SHREE RAM SARVAJANIK HOSPITAL


ABOUT OUR

SHREE RAM SARVAJANIK HOSPITAL

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ થી ૪૦ કિલોમીટર રાજકોટ પોરબંદર હાઇવે પાસે મહાન પ્રજા વત્સલ રાજવી શ્રી ભગવતસિંહજીના ગોંડલ ગામ માં કે.વી .રોડ ઉપર, શ્રી રામજી મંદિર અને આશ્રમ આવેલ છે
જ્યાં ઇ.સ. ૨૦૦૩ માં શ્રી રામજી મંદિર અને મંદિર ના આશ્રમ ની ખાલી જગ્યા માં “ઇધર તો મે છોટાસા દવાખાના બનાઉંગા” “ ઇધર તો કાફી ગરીબો કી સેવા હોગી ....” ના સ્વપન દ્રષ્ટા પરમ પૂજ્ય સદગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજશ્રી અહીં શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ લીધો અને શ્રી સદગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ ની ગોંડલ ખાતે સ્થાપના કરી

, આ સ્વપન ભગવાન શ્રી રામ અને પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ના ગુરુદેવ પરમ પૂજય સદગુરૂદેવશ્રી રણછોડદાસજી મહારાજ ના અદ્રશ્ય આશીર્વાદથી સાકાર થયું અને તારીખ ઇ.સ. ૨૦૦૪ માં આ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલની શરૂઆત્ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવી આ હોસ્પિટલ ની શરૂઆત ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર થી કરવામાં આવી જેમાં ૨૦૦૪ માં કાર્ડિયાક ડીપાર્ટમેન્ટ, એક્સ-રે, સોનોગ્રાફી, કલર ડોપ્લર ૨૦૦૯ માં સર્જરી અને યુરોલોજી ડીપાર્ટમેન્ટ, અને ૨૦૧૦ માં સી.ટી સ્કેન સાથે નુ રેડીઓલોજી ડીપાર્ટમેન્ટ અને ધીમીમીમે બીજા વિભાગો શરૂ કરવામાં આવ્યા.

તારીખ ૨૫/૧૨/૨૦૨૨ ના રોજ સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજ, દાતા શ્રી ચેતનભાઈ ચગ, શ્રી અજયભાઈ શેઠ અને બીજા દાતાશ્રીઓના વરદ હસ્તે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલની વિંગ-૨ નું લોકાર્પણ કરવામાં આવેલ આમ આજે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ આશરે ૧ લાખ સ્વેર ફુટ બાંધકામ સાથે એક વટ વૃક્ષ ની જેમ ઉભી છે અને “દર્દી દેવો ભવ” ના સુત્ર ને સાકાર કરે છે, અહી ગોંડલ અને ગોંડલ તાલુકા ની આસપાસના ૧૦૦ ગામડા ઉપરાંત રાજકોટ, મોરબી, જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, જામનગર, અમરેલી અને ભાવનગર જીલ્લાના નજીકના ગામડાઓના ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓને ઉત્તમ અને સસ્તી મેડીકલ સારવાર પૂરી પાડવામાં આવે છે.

ABOUNT OUR FACILITY

આ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જે આજે મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ તરીકે કાર્યરત છે જેમાં નીચે મુજબ ની સુવિધાથી સજ્જ છે.

--->ટોટલ ૨૦૦ ઇન્ડોર બેડ
---->લીથોટ્રીપસી
--->૧૨+૧ આઈ.સી.યુ બેડ
-->લેસર અને પથરી ની સારવાર
--->પથરી કાઢવાના ઓપરેશન
--->૧૦ વોર્મર સાથેનું નવજાત બાળકો માટેનું NICU
---> જનરલ વિભાગ
--->સ્ત્રી વિભાગ
--->આંખના રોગો અને પડદા
--->X-RAY વિભાગ
---> CT SCAN વિભાગ
--->મેડીકલ નવા થયેલ િવભાગો
---> હદયરોગ માટે અને માટે અતી-આધુનીક કેથલેબ, ઇકો અને TMT સાથે હદયરોગની સારવાર
---> માટે લેમીનાર એરફલો સાથે નું ઓપરશન થીયેટર
---- અિત આધુનીક સાથે નું ENT ઓપરશન થીયેટર ના િવચારાધીન િવભાગ
---> એમ.આર.આઈ મશીનકેન્સર વિભાગ

• ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓની તમામ સારવાર વિનામુલ્યે કરવા માટે અલગ અલગ રાહત ફંડ ની વ્યવસ્થા
• હોસ્પિટલના મેડીકલ માં ૧૦% ડિસ્કાઉન્ટ
• પ્રસુતા માતાઓ ને ચોખ્ખા ઘી અને ઓસડિયાઓથી ભરપુર કાટલું અને બાળક ને બેબીકીટ
• કોઈપણ ધર્મના દિક્ષા લીધેલ સાધુ-સંતો માટે ની:શુલ્ક સારવાર
• હોસ્પિટલ સ્ટાફ, પેશન્ટ અને પેશન્ટ ના સગા-સંબંધી માટે બપોરે તેમજ સાંજે ભોજનની ની:શુલ્ક વ્યવસ્થા
• નવા શરુ થયેલ વિભાગો
-----> હદયરોગ માટે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી માટે અતી-આધુનીક કેથલેબ, ઇકો અને TMT સાથે હદયરોગ ની સારવાર
-----> જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે લેમીનાર એરફલો સાથે નું મોડ્યુલર ઓપરશન થીયેટર
-----> અતિ આધુનિક માઈક્રોસ્કોપ સાથે નું ENT ઓપરશન થીયેટર
• ભવિષ્ય ના વિચારાધીન વિભાગ
----->એમ.આર.આઈ મશીન
----->કેન્સર વિભાગ

.માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા સારું કરવામાં આવેલ વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના આયુષ્માન ભારત યોજના અન્તર્ગત તમામ વિભાગોમાં સારવાર આપતી ગોંડલ ની એકમાત્ર હોસ્પિટલ

Number of visitors: 14300

outdoor Indoor
General OPD 156459 Eye department 468639
Eye department 68927 General Surgery department 9282
General Surgery department 235190 medicine department 25560
medicine department 519231 Gynec department 24112
Gynec department 328393 total delivery 24112
Department of Dental Diseases 240150 Collaborative Division total deta
Department of Pediatrics 212059 Pediatrics Department 12912
Acupressure department 119476 Laboratory department 634832
Physiotherapy department 218701 X-RAY 142670
Department of Ayurveda 25332 Sonograph 125349
Department of Skin Diseases 44288 CT SCAN 75095
Orthopedic 14936 Orthopedic Indoor 425
Cardilogy opd 1229 Cardilogy Indoor 412
Department of Ear Nose Throat 15698 ENT Indoor 18
Total Opd Patient 2599781 Total Indoor Patient 174028
Food offerings 12188241 - -